www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનસાંસ્‍કૃતિક પ્રવાસન

સાંસ્‍કૃતિક પ્રવાસન

ગુજરાતના પ્રવાસન સ્થળો ભારતીય સંસ્‍કૃતિ અને પરંપરાગત ધાર્મિક આસ્થાના પ્રતીક છે. જે ભારતીય કળા, વૈભવ, બેનમૂન સ્થાપ્ત્યો, પવિત્રતા અને સમૃદ્ધ વિચારોના પ્રતિક સમાન છે. ગુજરાતની પ્રજામાં વિશ્વાસ, સત્‍ય, સહિષ્‍ણુતા તથા અતિથિને ભગવાન માનવાના ઉચ્‍ચ વિચારો આવેલા છે. અહીંના લોકો સાદુ જીવન, ઉચ્‍ચ વિચારો ના સિદ્ધાંતને વરેલા છે. અહીં જુદા-જુદા ધર્મો અને જાતિના લોકો કોમી એખલાસની ભાવના અને સહિષ્ણુતા સાથે એક બીજાને મદદ કરીને રહે છે જે ગુજરાતની આગવી ઓળખ છે.

આદિવાસી અને તેમની કળા ગુજરાતની સાંસ્‍કૃતિની પરંપરાના ભાગ છે. જેઓ કર્ણ-પ્રિય સંગીત, કલાત્મક નૃત્‍ય અને ભાવનાત્મક નાટક ભજવી જાણે છે.
ગુજરાત શ્રેષ્ઠ હસ્‍તકલા જેવા કે પટોડા, ખાડી, બાંધણી, છાપકામ, ભરતકામ, નંડા, રોગણ ચિત્રકામ, માતાની પછેડી, લાકડાની કૃતિઓ, વાંસની કૃતિઓ, પિથોરા, કવિતાઓ વગેરે માટે જાણીતું છે.
ગુજરાત દરેક ધર્મો - રિતરીવાજોના તહેવારો તેના રંગમાં રંગીને ઉજવે છે.

આરબો, ડચો, પોર્ટુગીઝો, મુઘલો અને બ્રિટિશોની સંસ્‍કૃતિની છાપ પણ ગુજરાતની સંસ્‍કૃતિમાં જોવા મળે છે.
આધ્‍યાત્‍મિક પ્રવાસન નૈસર્ગિક પ્રવાસન વેપારી પ્રવાસન
હેરિટેજ પ્રવાસનમેડિકલ પ્રવાસનમનોરંજન અને પર્યાવરણ પ્રવાસન
સાંસ્‍કૃતિક પ્રવાસનઆરોગ્‍ય પ્રવાસનગ્રામ્ય અને શહેરી પ્રવાસન
એડવેન્ચર સ્પૉર્ટ્સપ્રસંગ પ્રવાસન

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia