www.gujaratindia.com - Official Portal of Gujarat Government

ધંધો-વ્‍યવસાય

મુખપૃષ્ઠધંધો-વ્‍યવસાય મહત્‍વની યોજનાઓ

મહત્‍વની યોજનાઓ

નવીન અભિગમ સફળતાની ગુરુ ચાવી છે.
ગુજરાત સરકારે રાજ્યમાં વિકાસ માટેની પહેલો, કાર્યક્રમો અને નીતિઓનો અમલ કર્યો છે. વિવિધ ક્ષેત્રોના મહત્‍વના મુદ્દાઓ ઉપર ઉંડાણપુર્વકનું પૃથ્‍થકરણ અને વિવિધ પહેલો અને યોજનાઓ ઉપર ધ્‍યાન કેન્‍દ્રીત કરી ગુજરાત સરકારના તમામ વિભાગોને વિકકાસ પ્રક્રિયામાં આવરી લેવામાં આવ્‍યા. આનાથી આર્થિક-સામાજીક ઉન્‍નતિના દ્દષ્ટિકોણ સાથેનો વિકાસ જોવા મળે છે. સરકારી વહીવટી તંત્ર યોજનાઓના અસરકારક અમલીકરણ માટે જરુરી દિશા અને માર્ગદર્શન આપે છે.
યોજના સંચાલનનું માળખું:
ગુજરાત સરકારના વિભાગોમંજુરી
નીતિઓઅમલીકરણ
નિયમોયુક્‍તિ અને પ્રયુક્‍તિઓ
જવાબદારીઓ
અને ભુમિકા
અસરકારક વ્‍યવહાર
અને દસ્‍તાવેજીકરણ
પહેલકાર્યપદ્ધતિ
યોજનાઓના અમલીકરણ પૂર્વે રાજ્ય સરકારના જે તે વિભાગોએ યોજનાઓ અંગેના સંશોધનો-અભ્યાસ અને કાર્ય-પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરે છે. વિવિધ કાર્ય-યોજનાઓની વિકાસ નીતિઓ, સકારાત્મક પરિણામો સંદર્ભે દીશાસૂચન તથા પ્રત્યેક યોજનાઓની સફળતા માટે સમગ્ર કાર્ય-પધ્ધતિ ઉપર દેખરેખ રાખે છે.
સરકારી યોજનાઓના કાર્યક્રમોનું અમલીકરણ ઘણીવાર પડકારજનક હોય છે. તેના માટે આયોજનપુર્વકના ટીમવર્કની, વધુ આવડતની અને કમ્‍યુનિકેશનની જરુર પડે છે. ગુજરાત સરકાર ચિંતન શિબિરો અને ક્રમયોગી મહાઅભિયાન, વી-ગવર્નન્‍સ જેવા તાલીમવર્ગો લઈને પ્રભાવી ટીમવર્ક તૈયાર કરે છે.

મંત્રીઓ અને ઉચ્‍ચ સરકારી અધિકારીઓ માટેની ચિંતન શિબિરો એક સાધના છે. તેમાં મનોમંથન, પ્રગતિનું પરિક્ષણ, ધ્‍યેય નિર્માણ અને દુરંદેશી દ્રષ્ટિનો વિકાસ થાય છે. જ્‍યારે વી-ગવર્નન્‍સમાં વાઇબ્રન્‍ટ ગવર્નન્‍સ માટે માનસિકતા બદલવાની તાલિમ આપવામાં આપવામાં આવે છે. આજ સુધીમાં ૪ ચિંતન શિબિરો યોજાઇ છે અને લાખો અધિકારીઓ, કર્મચારીઓને વી-ગવર્નન્‍સની તાલિમ આપવામાં આવી છે. રાજ્યમાં સરકારી અધિકારીઓને અઢી લાખ જેટલા શિક્ષકોએ કર્મયોગી તાલીમ આપી છે.
વિશાળ સરકારી યોજનાઓ :
ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર
સેઝ, બંદરોનો વિકાસ
ઊર્જા એકમો
કૃષિ
પર્યાવરણ
ઇ-ગવર્નન્‍સ અને આઇ. ટી.
શિક્ષણ
જળ-સંસાધન
મહિલા અને બાળ કલ્‍યાણ
પ્રવાસન

ગુજરાત સરકારના પ્રયત્‍નોથી ગુજરાતના વિકાસમાં મહત્‍વનું યોગદાન આપતા ઉદ્યોગજગતમાં નવી ચેતનાનો સંચાર થયો છે. રોકાણકારો વિવિધ યોજનાઓમાં વ્‍યાપારની વિપુલ તકો જોઇ રહ્યું છે.
મે ૨૦૦૯ મુંજબ ગુજરાતના ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર એજન્‍ડાનું ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્રોગ્રામ (૨૦૦૦-૨૦૧૦) માટેનું વિઝન ૨૦૧૦
આ ક્ષેત્રોની ૩૮૦ કરતા વધુ યોજનાઓમાં રુપિયા ૧૧૬,૯૯૩ કરોડ સુધીનું રોકાણ :
બંદરો
ઉર્જા
રસ્‍તા
ઔધોગિક પાર્કસ
ટાઉનશીપ
શહેરી પરિવહન
ાણી પુરવઠો અને સેનિટેશન
ઘણી વિકાસ યોજનાઓએ વિકાસને વેગ આપવાની સાથે વિકાસની દિશા બદલી છે. ગુજરાત વિકાસનો નકશો બનાવી રહ્યું છે અને વિકાસ જ્‍યોત પ્રગટાવી, નિષ્‍ઠા સાથે સ્વર્ણિમ ગુજરાતના માર્ગે આગેકુચ કરી રહ્યું છે.
ક્‍લાયમેટ ચેન્‍જના પડકારને પહોંચી વળવાનું વિઝન :
ગ્‍લોબલ ક્‍લાયમેટ ચેન્‍જ માનવજાત સામેનો મોટો પડકાર છે. એને પહોચી વળવા ગુજરાત સરકારે ક્‍લાયમેટ ચેન્‍જ માટે અલગ વિભાગની રચના કરી છે અને ગુજરાતની આ પહેલ માત્ર ભારત માટે જ નહી સમગ્ર એશિયા માટે અનુકરણીય છે. દુનિયામાં ક્‍લાયમેટ ચેન્‍જનો અલગ વિભાગ હોય તેવું ગુજરાત ચોથું રાજ્‍ય છે.

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia