www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM unveils Gujarat Government’s Calendar for year 2017

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત ર૦૧૭ના વર્ષના કેલેન્ડરનું આજે વિમોચન કર્યુ હતું. ર૦૧૭ના નૂતન વર્ષનું આ કેલેન્ડર નયનરમ્ય આકર્ષક તસ્વીરો સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને વિકાસગાથા પ્રસ્તુત કરતું આકર્ષક કેલેન્ડર બન્યું છે. શ્રી વિજય રૂપાણીએ આ આકર્ષક કેલેન્ડરના નિર્માણ માટે માહિતી પરિવાર અને ગવર્મેન્ટ ફોટોલીથો પ્રેસના કર્મયોગીઓને બિરદાવ્યા હતા.

આ કેલેન્ડર વિમોચન વેળાએ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિની કુમાર, માહિતી નિયામકશ્રી એ. જે. શાહ, ડાયરેકટર જનરલ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી શ્રી રાઠોડ, અધિક માહિતી નિયામકશ્રી અરવિંદ પટેલ અને સંયુકત નિયામકશ્રી પુલક ત્રિવેદી ઉપસ્થિત હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia