www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM attends kite festival arranged for Divyang children by Omkar foundation

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું કે, દિવ્‍યાંગ વ્યક્તિઓની સેવા, જવાબદારી તેમના માતા-પિતા, પરિવાર સાથે સરકાર પણ સમાજદાયિત્વ ભાવે નિભાવશે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, દિવ્‍યાગોને સરકારી સેવાઓના લાભ માટે લેવાનું થતું દિવ્યાંગ પ્રમાણપત્ર અને એસ.ટી.બસમાં મુસાફરી માટેનો પાસ આજીવન માન્‍ય રાખવાનો દિવ્‍યાંગ કલ્‍યાણ નિર્ણય સરકારે કર્યો છે.

મુખ્‍યમંત્રીશ્રી અમદાવાદમાં ઓમકાર ફાઉન્‍ડેશન આયોજિત દિવ્‍યાંગ પતંગોત્‍સવમાં દિવ્‍યાંગ બાળકોના પતંગ ઉડ્ડયન ઉમંગમાં સહભાગી થયા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું કે, જે સમાજ દિવ્‍યાંગોનું માન-સન્‍માન ન કરી શકે તે સમાજ સ્‍વયં વિકલાંગ છે.

મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, દિવ્‍યાંગોની સેવાનું ઇશ્વરીય કાર્ય કરવાના નિમિત્ત અમે સંવેદનશીલ સરકારથી બન્‍યા છીએ. દિવ્‍યાંગોના સર્વગ્રાહી વિકાસ માટે સરકાર સમાજના સહયોગથી પ્રતિબધ્‍ધ છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ દિવ્યાંગોને મળવાપાત્ર કલ્યાણ યોજનાઓની સહાય સરળતાથી મળે અને કોઇ જ દિવ્‍યાંગ લઘુતાભાવ ન અનુભવે તેવા સમાજ સહયોગી વાતાવરણ નિર્માણનું આહવાન કર્યું હતું.

શારિરીક ખોડખાંપણવાળા બાળકો-વ્યક્તિઓની દિવ્‍યાંગતા ઉજાગર કરવાનું સન્‍માન દિવ્‍યાંગ જેવા માનવાચક શબ્‍દથી આપણે આપ્‍યું છે તેમ જણાવ્‍યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દિવ્‍યાંગોને સન્‍માન આપવાની આ નવિન પરંપરા ચિંતા કરી છે તે અનિવાર્યપણે સફળતાને વરશે તેવો વિશ્વાસ વ્‍યક્ત કર્યો હતો.

વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી રમણલાલ વોરાએ દિવ્‍યાંગો પ્રત્‍યે કરુણાં નહીં પ્રેમ – પ્રોત્‍સાહનની જરૂરિયાત સમજાવતાં કહ્યું કે, ગુજરાતની સરકાર સંવેદનશીલતાથી દિવ્‍યાંગ કલ્‍યાણ માટે પ્રતિબધ્‍ધ છે.

તેમણે ઉમેર્યું કે, સામાજિક ન્‍યાય અને અધિકારીતાનું રૂા. ૪૫૦ કરોડ જેટલું માતબર બજેટ ફાળવીને આ સરકાર વંચિત, દિવ્‍યાંગ વર્ગો માટેના કલ્‍યાણને વરેલી છે તે આ સરકારે પૂરવાર કર્યું છે.

ઓમકાર ફાઉન્ડેશનના ટ્રસ્‍ટી શ્રી પ્રિતેશકુમારે દિવ્‍યાંગો પ્રત્‍યે દ્દષ્‍ટિ બદલવાની સાથે તેમને સન્‍માન આપવા માટે રાજ્ય સરકારનો આભાર પ્રગટ કરતાં કહ્યું કે, મુખ્‍ય મંત્રીશ્રીએ અહીં ઉપસ્‍થિત રહીને દિવ્‍યાંગજનોનો ઉત્‍સાહ અને હિંમત વધાર્યા છે.

આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી રાકેશભાઇ શાહ, અમદાવાદના મેયર શ્રી ગૌતમભાઇ શાહ, સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી કમલ દયાની, સમાજ કલ્‍યાણ નિયામક શ્રી કાપડિયા તથા દિવ્‍યાંગ બાળકોના માતા-પિતા અને પરિવારજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia