www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM Attends Gujarat Literature Festival, Assures Govt’s Support for Expanding the Festival’s Scope

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં યોજાઇ રહેલા ગુજરાત લિટરેચર ફેસ્‍ટિવલમાં ઉપસ્‍થિત સાહિત્‍ય રસિકો, યુવા સાહિત્‍ય સર્જકો અને લબ્‍ધપ્રતિષ્‍ઠિત સાહિત્‍યકારો- લેખકોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ સાહિત્ય, કલા સંસ્‍કૃતિની ગૌરવપૂર્ણ વિરાસતનો વિકાસ વધુ ઉજ્જવળ બનાવી સંસ્‍કાર પ્રાપ્‍તિ અને વિચારોની વિશાળતાનું ફલક વિસ્‍તારવાની રાજ્ય સરકારની પ્રતિબધ્‍ધતા દર્શાવી છે. આ સંદર્ભમાં મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં યોજાતા ગુજરાત લિટરેચર ફેસ્‍ટિવલને રાજ્ય સરકાર સહયોગ આપીને પ્રોત્‍સાહિત કરશે.

મુખ્‍યમંત્રીશ્રીએ અહીં કહ્યું કે સાહિત્ય એ એવી વસ્‍તુ છે જો એનો વારસો નહીં જળવાય તો આપણે અસ્‍મિતા ભૂલી જઇશું. સ્‍વાધ્‍યાય સાહિત્‍યનું વાંચન જ આજના ફાસ્‍ટ અને તણાવયુક્ત લાઇફના યુગમાં આપણને રાહત આપે છે. પરંતુ કમનસીબી એ છે કે, એવા વાંચન માટેનો સમય આપણે કાઢી શકતા નથી. પોતાની જાત માટે, પોતાના વ્‍યક્તિત્‍વના વિકાસ માટે સમય કાઢીને પણ વાંચન-અધ્‍યયન પ્રત્‍યે ધ્‍યાન આપવાની જરૂરિયાત મુખ્‍યમંત્રીશ્રીએ સમજાવી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ આજની યુવા પેઢી સાહિત્‍ય, વાંચન – અધ્‍યયન પ્રત્‍યે વિશેષ રૂપે પ્રેરિત થાય તે માટે અનુરોધ પણ કર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વાંચે ગુજરાતના માધ્‍યમથી સમગ્ર સમાજને વાંચન માટે મોટીવેટ કરીને જે વાંચનભૂખ જગાડી હતી તે અને સાહિત્‍ય પ્રત્‍યેની રસરૂચિ આવા લિટરેચર ફેસ્‍ટિવલથી જળવાઇ રહી છે તે માટે તેમણે ફેસ્‍ટિવલના આયોજકોને બિરદાવ્‍યા હતા.

આ ફેસ્‍ટિવલમાં મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ભાગ્યેશ જહા, સાહિત્યકારશ્રી જય વસાવડા, આર.જે. દેવકી, નાટ્ય કલાકાર અદિતિ દેસાઇ, શ્રી સંકેત શાહ તથા સાહિત્યક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ મહાનુભાવો અને સાહિત્યરસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia