www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Gujarat CM Hands-over Brachytherapy Machine to Cancer Society on Behalf of Rotary Club at Rajkot

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ કેન્સર સોસાયટીને અંદાજિત રૂ:. દોઢ કરોડની કિંમતના હાઇડોઝ રેડીએશન બ્રેકી થેરાપી મશીન અર્પણ કર્યું હતું. આ મશીન રોટરી કલબની સહાયથી એનાયત કરાયું છે.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ રોટરી કલબની પ્રવૃત્તિઓને બિરદાવતાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં રોટરી કલબ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી રાજ્ય ઉજળું બન્યું છે. દાન કરવાથી મળતાં આનંદને મુખ્યમંત્રીશ્રીએ અનોખો ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે સેવાકીય પ્રવૃત્તિઓથી સંતોષ મળે છે, જેનાથી રાજ્યની બીમાર જનતાને સુવિધા મળે છે.

મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કરાયેલા બ્રેકી થેરાપી મશીનથી દર્દીઓની તકલીફમાં ઘટાડો થશે. તેમ જણાવી તેમણે રાજ્યના ગંભીર રોગોના ૪૫ લાખ દર્દીઓને ‘મુખ્યમંત્રીશ્રી મા અમૃતમ વાત્સલ્ય’ યોજનાના કાર્ડ વિતરિત કરવાનો ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો તથા ગરીબ દર્દીઓને મોંઘાભાવની દવા સસ્તા ભાવે મળી રહે તેવા ઉદ્દેશથી રાજ્યમાં જેનેરિક દવાના ૧૦૦૦ સ્ટોર શરૂ કરવાની ખાત્રી ઉચ્ચારી હતી. રોટરી કલબની સેવાકીય પ્રવૃત્તિઓથી સામાજિક સમરસતાનું સજર્ન થતું હોવાનું જણાવતાં શ્રી રૂપાણીએ વધુને વધુ સેવાકીય પ્રવૃત્તિ કરવા શુભેચ્છા પાઠવી હતી. આરોગ્ય ક્ષેત્રે વધુ બહેતરીને સેવા પુરી પાડવા રાજ્યમાં વધારાની ૧૦ મેડિકલ કોલેજો શરૂ કરાશે તથા પી.જી.ની ૧૦૦૦ બેઠક કરાશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યુ હતું. અન્યોના આંસુ લૂછવામાં રાજ્યભરના નાગરિકો રોટરી કલબ જેવી સંસ્થાઓના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે, તેની મુખ્યમંત્રીશ્રીએ સગૌરવ નોંધ લીધી હતી તથા રોટરી કલબને અભિનંદન પાઠવ્યાં હતા.

રોટરી કલબ દ્વારા રાજકોટ કેન્સર સોસાયટીને બ્રેકીથેરાપીનું મશીન મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાયું તેની કિંમત રૂ. ૧.૬૦ કરોડ છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું આ પ્રથમ મશીન છે જેનાથી રેડિયેશન માટે લાગતો ૧૮ થી ર૦ કલાકનો સમય ઘટીને માત્ર ૨૦ મિનિટનો થઇ જશે. આ મશીનની અન્ય વિશેષતા એ છે કે તે માત્ર કેન્સરગ્રસ્ત કોષોનો જ નાશ કરે છે. શરીરના સારા કોષોનો કીમોથેરાપી દરમ્યાન નાશ થતો હતો તે નુકસાન આ મશીનથી બચાવી શકાશે. જેનાથી હજારો કેન્સરના દર્દીઓને તેમની સારવારમાં મોટી રાહત મળશે.

રોટરી કલબના શ્રી વિજયભાઇએ સ્વાગત પ્રવચન આપ્યું હતું તથા શ્રી ભાવેશભાઇ વેગડાએ પ્રોજેકટની વિગતો રજૂ કરી હતી તથા શ્રી સરજુ પટેલે કાર્યક્રમના પ્રારંભે પ્રાર્થના રજૂ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ તથા શ્રીમતિ ભાનુબેન બાબરિયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષશ્રી કમલેશભાઇ મીરાણી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઇ ધ્રુવ, કલેકટર ડો. વિક્રાંત પાંડે, મ્યુનિ. કમિશ્નરશ્રી બંછાનિધિ પાની, ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતિ અંજલિબેન રૂપાણી,ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ શ્રી નરેશભાઇ પટેલ, અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, રોટરી કલબના હોદ્દેદારો તથા શહેરીજનો ઉપસ્થિત રહયાં હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia