www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
VGGS-17: CM holds fruitfull meet with business delegation of Poland and Canada

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૭માં સહભાગી બનેલા પોલેન્ડ અને કેનેડાના બિઝનેસ ડેલીગેશને મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે બેઠક યોજી હતી અને ગુજરાતના વિકસતા જતા ક્ષેત્રો ખાસ કરીને શીપ બિલ્ડીંગ, પોર્ટ ડેવલપમેન્ટ, સ્માર્ટ સિટી અને પ્રવાસનમાં રોકાણ કરવા માટે ઉત્સુકતા દર્શાવી હતી. આ બેઠકમાં એરપોર્ટ, એરસ્ટ્રીપના વિકાસ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.

પોલેન્ડના પ્રતિનિધિમંડળ સાથે થયેલા પરામર્શની એવી ફલશ્રૃતિ નીકળી હતી કે, શિપ બ્રેકીંગ, બિલ્ડીંગ, વેસ્ટ એનર્જી, ટુરીઝમ, સ્માર્ટસિટી, સિલ્વર અને કોપર માઇનિંગ ક્ષેત્રમાં પોલેન્ડ તથા ગુજરાત પરસ્પર સહયોગથી કામ કરી શકે છે. વિશેષ કરીને ગુજરાતના એરપોર્ટને પી.પી.પી. ધોરણે ડેવલપ કરી શકાય તેમ છે. આ દિશામાં કામ કરવા ગહન ચર્ચા કરવામાં આવી હતી.

કેનેડામાં સ્થાયી થઇ વેપાર-ઉદ્યોગમાં સફળતા મેળવનારા ભારતીયોના એક સમૂહ સાથે પણ મુખ્ય મંત્રીશ્રીએ પરામર્શ કર્યો હતો. આ ભારતીયો દ્વારા કેનેડામાં યોજાનારા ઇન્ડિયન સોશ્યલ પ્રોગ્રામમાં મહેમાન બનવા માટે મુખ્ય મંત્રીશ્રીને ઇજન આપ્યું હતું.

આ બેઠકમાં સંરક્ષણ મંત્રી શ્રી મનોહર પાર્રીકર તથા વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia