www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Over 1500 Women from Bharuch Who Came to See Assembly Proceedings Meet CM

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આજે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આવેલી ભરૂચ જિલ્લાની ગ્રામીણ નારીશકિતએ મૂલાકાત લીધી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧પ૦૦ ઉપરાંતની આ બહેનો-માતાઓને રાજ્ય સરકારે ભરૂચ જિલ્લામાં આકાર લેનારી રૂા. ૪૦૫૦ કરોડની ભાડભૂત યોજના માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂ. ૧૦૦ કરોડની ફાળવણી કરી છે તેની વિગતો આપી હતી.

તેમણે કહ્યું કે લોકમાતા નર્મદાના વહી જતા પાણીને આ ભાડભૂત બેરેજ દ્વારા રોકીને જંબુસર, વાગરા સહિતના વિસ્તારોમાં નર્મદાના પાણી સિંચાઇ-પીવા માટે પહોચાડવા સરકારે બહુઆયામી આયોજન કર્યુ છે.

આ નારીશકિતને મુખ્યમંત્રીશ્રીએ બજેટમાં કરવામાં આવેલી રૂા. ૫૬ હજાર કરોડની મહિલા કલ્યાણ યોજનાઓ, વરિષ્ઠ વડિલો માટે યાત્રાધામોની-તીર્થની મૂલાકાત માટે પ્રવાસ બસમાં પ૦ ટકા રાહત સાથે શ્રવણતીર્થ દર્શન યોજના માટે રૂ. ૪ કરોડની ફાળવણી વગેરેની વિસ્તૃત સમજ આપી હતી.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્રમાં વિધાનગૃહની કામગીરી નિહાળવા રોજેરોજ રાજ્યના વિવિધ જિલ્લાઓ-ગ્રામીણ ક્ષેત્રોની મહિલાશકિત વિશાળ સંખ્યામાં આવે છે.

રાજ્યભરની ગ્રામીણ નારીશકિતને વિધાનસભાગૃહની કાર્યવાહી તથા લોકશાહીના સર્વોચ્ચ મંદિર સમાન વિધાનગૃહથી ભલિભાંતિ પરિચીત કરાવવાનો ઉદાત ભાવ આ મૂલાકાત પ્રવાસનો છે.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia