www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Delegation of Senior Officials of National Defence College Pays Courtesy Visit to CM

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે નેશનલ ડિફેન્‍સ કોલેજના ગુજરાતનો અભ્‍યાસ પ્રવાસ કરી રહેલા સુરક્ષા સેનાઓના ૧૨ વરિષ્‍ઠ અધિકારીઓએ સૌજન્‍ય મૂલાકાત લઇને ગુજરાતના ગુડ ગવર્નન્‍સ સર્વગ્રાહી વિકાસ, સાયન્સ ટેકનોલોજીનો જનસેવામાં વિનિયોગ-વિકાસ તથા પારદર્શી પ્રશાસનની સિધ્ધિઓ વિષય ઉપર રસપ્રદ પ્રશ્નોતરી કરી હતી.

આ ડેલિગેશનમાં ભારતીય સેનાની જલ-વાયુ-થલ સેના તથા અર્ધલશ્કરી દળોના આલા અફસરો સાથે નેપાળ, ગુયાના, મ્યાનમાર, ફિઝીના અફસરો પણ જોડાયા હતા.

આ અફસરો નેશનલ સિકયુરિટી કોર્સ તહત ઇકોનોમીક સિકયુરિટીના અભ્યાસ પ્રવાસ અંતર્ગત રાજ્યની મુલાકાતે આવેલા છે.

ગુજરાતના વિકાસ અને સુશાસનની સફળતાના માધ્‍યમ સાથે ભારતની આગવી આબરૂ અને ઓળખ ઉભી થઇ રહી છે અને દેશની જનતામાં પણ પરિસ્‍થિતિ બદલી શકાય છે એવો વિશ્‍વાસ શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં જાગ્‍યો છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસ મોડલની ભૂમિકા આપતા જણાવ્યું હતું.

લોકશાહીમાં સામાન્‍ય નાગરિકના સશકિતકરણ માટેનું માધ્‍યમ પ્રજાજનની ફરિયાદોનું સંતોષકારક નિવારણ છે અને ગુજરાતે “સેવા સેતુ”નો કાર્યક્રમ કરીને આવા વિશ્‍વાસનું જનતા જનાર્દનમાં પ્રગટીકરણ કર્યું છે. તેની સફળતાની ગાથા મુખ્યમંત્રીશ્રીએ આ અધિકારીઓને સમજાવી હતી.

ગુજરાતમાં યુવાનોની ભારતીય સેનાઓમાં સેવા-ભરતી અંગે છેલ્‍લા દશ વર્ષમાં ટકાવારીમાં ઘણો સુધારો થયો છે અને રાજ્ય સરકારે તે અંગેના પ્રયાસો સઘન બનાવ્‍યા છે એમ પણ તેમણે જણાવ્‍યું હતું. આ અંગે તેમણે રાજ્યમાં બે સૈનિક સ્કુલ શરૂ થઇ છે અને આ વર્ષના બજેટમાં વધુ સ્કૂલો માટે પ્રાવધાન છે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે સુશાસનના ચાર સ્થંભ પારદર્શીતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતા સાથે ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’નો જે સેવા અભિગમ અપનાવ્યો છે તેની સવિસ્તર સમજ આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, અગ્ર સચિવશ્રી એસ. અપર્ણા ઉપસ્થિત હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia