www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM finalizes Gujarat Street Vendors’ Rules: Govt to give identity card to Street vendors

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના શહેરો અને નગરોમાં છૂટક વેચાણ કરી આજીવિકા મેળવતા શેરી ફેરીયાઓ અને પાથરણાવાળા-સ્‍ટ્રીટ વેન્‍ડર્સના વ્‍યાપક હિતનું રક્ષણ કરવા અને તેઓની આજીવિકાનું રક્ષણ કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાત સ્‍ટ્રીટ વેન્‍ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્‍ડ રેગ્‍યુલેશન ઓફ સ્‍ટ્રીટ વેન્‍ડીંગ) રૂલ્‍સ – ૨૦૧૬ને આખરી ઓપ આપ્‍યો છે. ભારત સરકારના ૨૦૧૪ના સ્‍ટ્રીટ વેન્‍ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્‍ડ રેગ્‍યુલેશન ઓફ સ્‍ટ્રીટ વેન્‍ડીંગ) એક્ટ અંતર્ગત ગુજરાત સરકારે આ ૨૦૧૬ના રૂલ્‍સ બનાવી તેને આખરી કર્યા છે.

હવે પછી એક્ટની કલમ ૩૮ પ્રમાણે વેન્‍ડીંગ સ્‍કીમ આખરી કરવામાં આવશે જેના પરિણામે રાજ્યમાં સ્‍ટ્રીટ વેન્‍ડીંગ – શેરી ફેરી પ્રવૃત્તિ કરનારા ફેરિયાઓને ઓળખ કાર્ડ અને પ્રમાણપત્ર મળશે તેમજ ફેરીના ક્ષેત્રોની સમાવેશ ક્ષમતા નક્કી કરવાના સિધ્‍ધાંતો મુજબ ભવિષ્‍યમાં નક્કી થનારા વેન્‍ડીંગ ઝોન્‍સમાં આવા નોંધાયેલા ફેરીયાઓને ધંધા માટે જગ્‍યા આપવામાં આવશે. આ ઉદાત અભિગમને પરિણામે તેઓની આજીવિકા સુનિશ્ચિત અને રક્ષિત બનશે અને જિંદગી સગવડભરી બનશે.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia