www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM conducts computerized draw for allotment of houses to people of economically weaker section

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાપાલિકા દ્વારા વિવિધ યોજનાઓ અન્વયે શહેરી ગરીબ-શ્રમજીવી આર્થિક રીતે નબળાવર્ગો અને ઝૂંપડપટ્ટી વસાહતીઓને રૂ. ર૭૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ૧૧૮ આવાસો ડ્રો દ્વારા અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ મહાનગરો-નગરોમાં ઝૂંપડું ત્યાં મકાનની નેમ સાથે ગરીબ-શ્રમજીવી પરિવારોને સુવિધાયુકત પાકા મકાન-ફલેટ આપીને રાજ્ય સરકાર આવાસ છત્ર સાથે સ્વાભિમાન પણ આપ્યુ છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રોટી, કપડા અને મકાન માનવીની મૂળભૂત જરૂરિયાત છે. અમદાવાદ જેવા મહાનગરોમાં શ્રમજીવી-ગરીબ પરિવારોને રોજગાર અવસર આપી રોટલો આપ્યો છે હવે સુવિધાસભર આવાસો આપીને ઓટલો પણ આપવાની દિશામાં આવાસ અર્પણથી આગળ વધી રહ્યા છીએ.

આ અગાઉ મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મહાનગરપાલિકાના રિવરફ્રન્ટ- ફલાવર પાર્કનું ઉદ્દઘાટન કરીને નયનરમ્ય ફલાવર શો ને ખૂલ્લો મૂકયો હતો.‘‘અમે જે કહીએ તે કરીએ છીએ અને તેથી જ પાછલા દોઢ દાયકામાં પારદર્શીતાથી આવાસોના ડ્રો કરીને સાચા લાભાર્થીને સુવિધાયુકત આવાસો પૂરાં પાડયા છે’’ તેમ તેમણે ઝૂંપડપટ્ટી મૂકત ગુજરાતની નેમ વ્યકત કરતાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ સરકાર ગરીબ, વંચિત, શોષિત, પીડિત આદિવાસીઓના હિતને હૈયે રાખીને કાર્યરત છે. પ્રજાને પણ સરકાર તેમની પડખે છે એવો અહેસાસ થાય તેવું શાસન સેવાદાયિત્વ અમે નિભાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ સૌના સાથ સૌના વિકાસની પ્રતિબધ્ધતા સાથે સાવિત્રીબા ફૂલે જેવા વાલ્મીકી-દલિત સમાજના શિક્ષીકાના જન્મદિને વાલ્મીકી સમાજવર્ગોને આવાસ ફાળવણીના અવસરને સુભગ સમન્વય ગણાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નોટબંધીથી કાળાનાણાંને નાથવા અને ભારતને કેશલેસ ઇકોનોમી તરફ લઇ જવાના ‘દેશ બદલ રહા હૈ’ના ભાવ સાથે ડો. આંબેડકરને વિશ્વ સન્માન આપતાં BHIM એપ લોન્ચ કરી તેની પણ ભુમિકા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ સુવિધાયુકત આવાસ પ્રાપ્ત કરનારા પરિવારો સ્વચ્છતા સ્વસ્થતા સાથે તેમના સંતાનોના શિક્ષણ માટે પણ સંકલ્પ કરે તેવી અપિલ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વાલ્મીકી સમાજના બંધુઓને સ્વચ્છતા-સફાઇ માટે ગટરમાં ઉતરવું પડે છે તેના જોખમો સામે સંપૂર્ણ સલામતિના પગલાં લેવાની પણ હૈયા ધારણ આપી હતી. અમદાવાદના મેયરશ્રી ગૌતમ શાહે મહાપાલિકા દ્વારા માત્ર આવાસ જ નહિ નગરજનોની સર્વગ્રાહી સુખાકારી-ઉન્નતિ માટે સ્થાનિક સત્તાતંત્ર દ્વારા હાથ ધરાયેલા આયોજનોમાં રાજ્ય સરકારના પ્રોત્સાહનની છણાવટ કરી હતી.

આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ, આરોગ્ય મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરી, મહિલા બાળ કલ્યાણમંત્રી ડો. નિર્મલાબહેન, વાહન વ્યવહાર મંત્રીશ્રી વલ્લભભાઇ કાકડીયા, અમદાવાદ મહાનગરના ધારાસભ્યો, સાંસદશ્રી ડો. સોલંકી, ડેપ્યુટી મેયર પ્રમોદાબહેન તથા મહાપાલિકાના પદાધિકારીઓ, લાભાર્થી પરિવારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia