www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM launches Aarogya Setu yojana with a view to extend quality health services in rural areas

ગુજરાતના ગામડે ગામડે શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપતા દવાખાના ઉભા કરાવવાનો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો છે. આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય ક્ષેત્રની અત્યંત મહત્વની એવી ‘આરોગ્ય સેતુ’ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત રાજ્યના છેવાડાના ગામડાઓમાં પણ પેટા આરોગ્ય કેન્દ્રો પરથી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે.

‘આરોગ્ય સેતુ’ યોજના થકી અંતરિયાળ ગામડાના લોકોને પણ હવે વધુને વધુ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળતી થશે. આ યોજનાનો હાલ ૨૬૬૮ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે આરંભ કરાયો છે અને તબક્કાવાર રાજ્યના તમામ ૯૧૫૬ પેટા આરોગ્ય કેન્દ્રો આવરી લેવાશે.

આ યોજના અંતર્ગત ‘આયુષ’ તબીબો અઠવાડિયામાં બે દિવસ પેટા આરોગ્ય કેન્દ્રો માં જઈને સેવા આપશે. આ ઉપરાંત દંતરોગ ચિકિત્સક અને અન્ય નિષ્ણાંતોની સેવા પણ અહીં મળી રહે તેવી વ્યવસ્થા કરાશે.

છેલ્લા દોઢ દાયકાથી રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓનું માળખું સુદ્રઢ બનાવવા માટે કરેલા પ્રયાસોને પરિણામે મૃત્યુદર દર એક હજારે ૧૭૫ થી ઘટીને ૧૩૨ થયો છે અને બાળ મૃત્યુ દર પ્રતિ હજારે ૮૦ થી વધુ હતો તે ઘટીને ૩૩ થયો છે તેની જાણકારી આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ દ્વારા આ દરને હજી પણ ઘટાડવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી હતી.

ભવિષ્યની પેઢી રોગમુક્ત બને તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા જન્મજાત રોગો ધરાવતા બાળકોના નિદાન અને સારવાર માટે કરાતા વિશેષ પ્રયાસોની જાણકારી મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. આ ઉપરાંત ‘મા વાત્સલ્ય’ યોજના, જનઔષધિ યોજના જેવી સામાન્ય માણસોના આરોગ્ય વિષયક કલ્યાણ માટેની યોજનાઓની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મેડિકલની બેઠકો ૩૫૦૦ માંથી વધારીને ૫૦૦૦ કરવાનો નિર્ધાર પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ વર્ષના બજેટમાં આરોગ્ય સેવાઓ માટે રાજ્ય સરકારે રૂ. ૮૮૦૦ કરોડની જોગવાઈ કરી છે.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia