www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Suzuki Motors CEO Osamu Suzuki paid courtesy visit to CM

મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલની આજે વિશ્‍વખ્‍યાત મોટર ઉત્‍પાદક કંપની સુઝુકી મોટર્સના અધ્‍યક્ષ શ્રીયુત ઓસામુ સુઝૂકી (OSAMU SUZUKI) એ ગાંધીનગરમાં સૌજ્ન્‍ય મૂલાકાત લીધી હતી.

મુખ્‍યમંત્રીશ્રીને શ્રીયુત સુઝુકીએ તાજેતરમાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સફળ જાપાન પ્રવાસની વિગતોથી માહિતગાર કર્યા હતા.

મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેને આગામી જાન્‍યુઆરી-ર૦૧પમાં યોજાઇ રહેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્‍લોબલ સમિટમાં સહભાગી થવા સુઝુકી મોટર્સના અધ્‍યક્ષને નિમંત્રણ પાઠવ્‍યું હતું.

શ્રીયુત સુઝૂકીએ આ નિમંત્રણનો સાનુકુળ પ્રતિભાવ આપતાં એક ઉચ્‍ચસ્‍તરીય પ્રતિનિધિમંડળ વાયબ્રન્‍ટ સમિટમાં ભાગ લેવા આવશે તેમ મુખ્‍યમંત્રીશ્રીને જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રી અને સુઝૂકી મોટર્સના અધ્‍યક્ષે ગુજરાતમાં સુઝૂકી મોટરકાર પ્‍લાન્‍ટ વિષયક વિચાર-વિમર્શ પણ આ મૂલાકાત બેઠક દરમ્‍યાન કર્યો હતો.

આ બેઠકમાં મુખ્‍ય સચિવશ્રી ડો. વરેશ સિન્‍હા અને નાણાંના અધિક મુખ્‍ય સચિવશ્રી ડો. હસમુખ અઢિયા ઉપસ્‍થિત રહયા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia