www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM lays foundation stone of upcoming five-star hotel of ITC group in Ahmedabad

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વાઇબ્રન્‍ટની સમિટની સફળતા નહીં સાંખી શકનારા વિઘ્નસંતોષીઓ તેને તાયફો કહે છે તેની આકરી આલોચના કરતાં કહ્યું કે, વાઇબ્રન્‍ટમાં આવનારા રોકાણો, એમ.ઓ.યુ. રાજ્યમાં કાર્યરત થાય જ છે.

આ સંદર્ભમાં મુખ્‍ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ૬૦૦ કરોડના ખર્ચે અમદાવાદમાં નિર્માણ થનારું આઇ.ટી.સી. નર્મદા તેનું ઉત્‍કૃષ્‍ટ ઉદાહરણ છે.

તેમણે રાજ્યના યુવાનોને રોજગાર અવસરો વાઇબ્રન્‍ટ સમિટથી આવતાં રોકાણો અને ઉદ્યોગોને પરિણામે મળી છે તેનો વિશેષ ઉલ્‍લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સૌથી ઓછા બેરોજગારો ગુજરાતમાં છે. પાછલા દોઢ દાયકાથી ગુજરાત રોજગાર અવસર આપવામાં પ્રથમ રહ્યું છે. એકલા ગુજરાતે દેશમાં ૮૦ ટકા રોજગારી આપી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં આઇ.ટી.સી. ગ્રુપ દ્વારા નિર્માણ થનાર આઇટીસી નર્મદાનું ભૂમિપૂજન કરતાં ઉમેર્યું કે, આવા પ્રકલ્‍પો પ્રત્‍યક્ષ – પરોક્ષ રોજગાર આપનારા બનવાના છે.

શ્રી વિજયભાઇએ ગુજરાત દેશનું ગ્રોથ એન્‍જિન બન્‍યું છે તેમ ટુરિઝમનું વર્લ્‍ડ ક્લાસ ડેસ્‍ટિનેશન બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

મુખ્‍યમંત્રીશ્રીએ રાજ્યની ઐતિહાસિક પ્રવાસન-સાંસ્‍કૃતિક ધરોહર વિશ્વ પ્રવાસીઓ સમક્ષ મુકવાનો આઇટીસી નર્મદાએ તેના નિર્માણમાં ખ્‍યાલ રાખ્‍યો છે તે માટે અભિનંદન પાઠવ્‍યા હતા.

આ પ્રસંગે આઇ.ટી.સી.ના સી.ઇ.ઓ. શ્રી સંજીવ પૂરીએ ગુજરાતના વિકાસમાં તેમના યોગદાન થકી હોટલ વ્‍યવસાય લેબર ઈન્‍ટેન્‍સીવ હોવાથી મોટા પાયે રોજગાર નિર્માણ થશે તેવો વિશ્વાસ વ્‍યક્ત કર્યો હતો.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia