www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM inaugurates state-of-the-art 100-bed ESIC Hospital at Ankleshwar in the presence of Union MoS (IC) Shri Bandaru Dattatreya

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, શ્રમ શક્તિનો મહિમા કરીને હરેક શ્રમિક – કામદારોને યોગ્ય કામ – સન્માન અને આરોગ્ય સહિતની સેવાઓ ગુજરાતમાં સર્વગ્રાહી રીતે આ સરકારે અમલી બનાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ અંકલેશ્વરમાં ESIC સંચાલિત ૧૦૦ પથારીની અદ્યતન હોસ્પિટલનું કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રીશ્રી બાંડારૂ દત્તાત્રેયની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ ર્ક્યુ હતું.

રૂા.૧૦૦ કરોડના ખર્ચે નિર્મિત આ હોસ્પિટલ ઓપરેશન થિયેટર સહિતની સુપર સ્પેશ્યાલીટી સુવિધાઓથી સજ્જ છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કામદારો – શ્રમિકોના આરોગ્યની તેમજ તેમના પરિવારજનોની સુખાકારીની ચિંતા આ સરકારે કરી છે.

ઔદ્યોગિક વસાહતોના શ્રમિકોને સારવાર માટે સુવિધા હેતુથી જિલ્લા મથકોએ અદ્યતન હોસ્પિટલ ઉભી કરવા રાજ્ય સરકાર સબસડી આપે છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે નવી હેલ્થ પોલીસી તહેત આદિવાસી વિસ્તારોને અંતરિયાળ ક્ષેત્રોમાં આધુનિક તબીબ સારવાર વ્યવસ્થા અને તબીબી કોલેજો શરૂ કરાવીને છેવાડાના શ્રમિકોને પણ આરોગ્ય સારવારની નેમ રાખી છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્ર અનઓર્ગેનાઇઝર્ડ સેક્ટરના કામદારો – શ્રમિકોને પણ આરોગ્ય કવચ આપવા યુ.વિન કાર્ડ, મા-અમૃતમ્ અન્વયે રૂા.બે લાખની સારવાર – સહાય તેમજ મૃત્યુ સહાયના લાભ આપવામાં આવ્યા છે, તેની છણાવટ કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ હર હાથકો કામ હર કામ કા સન્માનની નેમ સરકારે સાકાર કરી છે. હવે, શ્રમિકોના સથવારે ભારતને વૈશ્વિક મહાસત્તા બનાવવું છે તેવી નેમ પણ વ્યકત કરી હતી. તેમણે રાજ્યમાં ESIC સેવાઓના વ્યાપ વિસ્તાર માટે કેન્દ્ર સરકારને હોસ્પિટલ નિર્માણ માટે જમીન ફાળવવામાં સહયોગ આપવાની પણ પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બાંડારૂ દત્તાત્રેયે જણાવ્યું કે, ગુજરાત સૌથી વધુ પ્રગતિશીલ રાજ્ય છે અને કામદારો વિમાથી સજ્જ છે. કામદારોના કલ્યાણ માટે ગુજરાતમાં ખુબ સરાહનીય કામ થયું છે.

અંકલેશ્વર હોસ્પિટલમાં મળનારી સેવાઓ, સજ્જતાની વિગતો આપતા મંત્રીશ્રીએ હોસ્પિટલને આગામી સમયમાં ૨૦૦ પથારીથી સજજ કરવાની જાહેરાત કરી હતી.

અંકલેશ્વર વિસ્તારના એક લાખ કામદારોને મળનારી આ આરોગ્ય સેવાઓ વધુ સારી હશે. ગુજરાતના દસ લાખ કામદારોના ૪૦ લાખ પરિવારો સુપર સ્પેશ્યાલીટી સેવાઓ આપવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગુજરાતમાં ૧૦૪ જેટલી ડીસ્પેન્સરીની પણ સજ્જતામાં વધારો કરવામાં આવશે અને આ માટે જમીનની પ્રાપ્તિ માટે મારો પ્રયાસ છે અને તે માટે રૂા.૨૦૦ કરોડ સુધી નાણાંકીય જોગવાઇ કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

વલસાડ, હજીરા, હાલોલ, આણંદમાં ૩૦૦ પથારીની રૂા.૧૨૦૦ કરોડના ખર્ચથી હોસ્પિટલ માટે આયોજન છે. વીમા રક્ષણમાં ત્રણ હજારને બદલે સાત હજાર અને વીમા કવરેજ રૂા.૨૧ હજાર ર્ક્યુ હોવાનું શ્રી બંડારૂ દત્તાત્રેયે જણાવ્યું હતું.

ESICના પ્રાદેશિક નિયામકશ્રી અશોક કાલાએ અત્રે સૌનું સ્વાગત કરતાં જણાવ્યું કે, આ હોસ્પિટલને સંપૂર્ણ સુવિધા સાથે કાર્યરત કરવામાં આવી રહી છે અને આ વિસ્તારના કામદારોનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે તત્પરતા બતાવી છે. તેમણે સૌને આવકારી અભિવાદન ર્ક્યુ હતું.

રાજ્યના સહકાર મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે અંકલેશ્વરને શ્રમિકો માટેની હોસ્પિટલ આપવા બદલ આભારભાવ વ્યક્ત ર્ક્યો હતો.

ઔદ્યોગિક એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અને કેન્દ્રીય મંત્રી શ્રી બંડારૂ દત્તાત્રેયનું સ્વાગત – સન્માન કરાયું હતું.

આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી ભારતસિંહ પરમાર, ધારાસભ્યો સર્વશ્રી દુષ્યંતભાઇ પટેલ, છત્રસિંહ મોરી, અરૂણસિંહ રણા, ESIC ડેપ્યુટી ડીરેક્ટર શ્રી સંજીવકુમાર, આગેવાન પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ, હોસ્પિટલ સ્ટાફ, કામદારો ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia