www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
VGGS-2017 Day-2: MoU signed in the presence of CM

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં આજે વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ અને રશિયાની સિબૂર હોલ્ડીંગના સંયુકત સાહસ રિલાયન્સ સિબૂર એલસ્ટ્રોમર્સ પ્રાઇવેટ લિમીટેડ અને ઇન્ડેક્ષ-બી વચ્ચે જામનગરમાં રૂા. ૧ર૦૦ કરોડના અંદાજીત ખર્ચે રબર પ્રોજેકટ સ્થાપવાના એમઓયુ થયા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિતીમાં અન્ય એક એમઓયુ રાજુ એન્જીનીયર્સ અને રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ વચ્ચે થયા હતા.

આ એમઓયુ અંતર્ગત રાજુ એન્જીનીયર્સ રાજકોટમાં રૂા. ૯૦૦ કરોડના અંદાજીત ખર્ચે બાયોપોલીમર્સના ઉત્પાદન માટે બાયો ટેકનોલોજી પાર્કમાં રોકાણ કરશે.

આ એમઓયુ સાઇનીંગ પ્રસંગે જી.આઇ.ડી.સી.ના વાઇસ ચેરમેન અને એમ.ડી. શ્રીમતી ડી. થારા, ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. શ્રી રાજકુમાર બેનિવાલ અને ડીએસટીના સચિવશ્રી ધનંજ્ય દ્વિવેદી ઉપસ્થિત રહયા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia