www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
CM unfurls National Flag on Gujarat’s tallest 100 ft. flagpole at Science City

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સાયન્‍સ સીટી ખાતે ગુજરાતના સૌથી ઊંચા ૧૦૦ ફુટના સ્‍તંભ પર ૨૦ x ૩૦ ફુટની લંબાઇ – પહોળાઇના રાષ્‍ટ્રધ્વજનું ધ્‍વજારોહણ કર્યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્‍યું કે, ભારતની આન, બાન અને શાનને પ્રતિધ્વનિત કરતો આ રાષ્‍ટ્રધ્વજ ગુજરાતની વિકાસની ઉંચાઇનું પણ પ્રતિક બની રહેશે.

વાઇબ્રન્‍ટ સમિટની તૈયારીઓ અંતિમ ચરણમાં છે અને વાઇબ્રન્‍ટ સમિટમાં સહભાગી થવા માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને નોબલ વિજેતા વૈજ્ઞાનિકો સાયન્‍સ સીટી ખાતે પધારવાના છે ત્‍યારે ગુજરાત સાયન્‍સ સીટી વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમી સૌથી મોટું ઇવેન્‍ટ સેન્ટર બની રહેશે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, વાઇબ્રન્‍ટ શ્રૃંખલાને પરિણામે ગુજરાતમાં વ્‍યાપક મૂડી રોકાણ થયું છે, નવા નવા ઉદ્યોગોની સ્‍થાપના થઇ છે જેને લીધે ગુજરાતના યુવાનો માટે રોજગારના વ્‍યાપક અવસરો ઉપલબ્‍ધ બન્યાં છે.

ઉદ્યોગોને કુશળ માનવબળ પૂરૂ પાડવા માટે રાજ્ય સરકારે કૌશલ્‍યવર્ધન કેન્‍દ્રો, સેન્‍ટર ફોર એક્સેલન્‍સ કેન્‍દ્રો, દરેક તાલુકામાં આઇ.ટી.આઇ. શરૂ કરી છે અને તેના દ્વારા સ્‍કીલ યુવાનો તૈયાર કરવાનું અભિયાન ઉપાડ્યું છે તેની રૂપરેખા મુખ્‍ય મંત્રીશ્રીએ આપી હતી.

વાઇબ્રન્‍ટના આવનારા સાતત્‍યપૂર્ણ દિવસોના સથવારે ગુજરાત દેશનું ગ્રોથ એન્‍જિન બની ભારતના બદલાવમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે તેમ જણાવ્‍યું હતું.

આવનારી વાઇબ્રન્‍ટ સમિટ ફક્ત નાણાંના રોકાણ માટે જ નહીં પરંતુ જ્ઞાનના રોકાણ તથા આદાન-પ્રદાન માટે પણ મહત્‍વપૂર્ણ બની રહેવાની છે.

મુખ્‍ય મંત્રીશ્રીએ સાયન્‍સ સીટી ખાતે ચાલી રહેલ વિવિધ તૈયારીઓનું પ્રત્‍યક્ષ નિરીક્ષણ પણ કર્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, સંસદીય સચિવ શ્રી બાબુભાઇ પટેલ, મુખ્‍ય સચિવ શ્રી ર્ડા. જે.એન.સિંઘ, વરિષ્‍ઠ અધિકારીઓ-પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia