www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Gujarat Lokayukta issue

ગુજરાતમાં લોકાયુકતની નિમણુંક અંગે ઇરાદાપૂર્વક સર્જવામાં આવેલા વિવાદ અને તે સંદર્ભમાં, રાજ્યુ સરકાર ઉપર દોષારોપણ કરવાના અપપ્રચાર સામે, જાહેર જનતા સમક્ષ લોકાયુકતની નિમણુંકો, નિયુકિતની પ્રક્રિયા અને ગુજરાત લોકાયુકત અધિનિયમની જોગવાઇઓ હેઠળના અધિકારો-આ સર્વગ્રાહી પાસાઓને આવરી લેતી શ્રેણીબધ્ધક સત્ય હકિકતો આ પ્રમાણે છે.

હકિકતમાં સર્વોચ્ચ અદાલતના આખરી ચૂકાદા પછી ન્યાયમૂર્તિ શ્રી આર. એ. મહેતાની લોકાયુકત તરીકે નિમણુંક બાબતે રાજ્ય સરકારે સતત પ્રયાસો કરેલા. સમગ્ર કાનૂની વિવાદની પ્રક્રિયામાં શ્રી આર. એ. મહેતાએ ઇરાદાપૂર્વક રાજ્યની વડી અદાલત કે સર્વોચ્ચો અદાલતમાં પક્ષકાર તરીકે જોડાયાની અનિચ્છા દર્શાવેલી. તેઓ પ્રથમથી જ આ પદભાર નહીં સંભાળવાનો મનથી નિર્ધાર કરી લીધેલો હતો તે સ્પ્ષ્‍ટ થાય છે.

આમછતાં, છેવટે તેમણે રાજ્યોપાલશ્રી અને વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીને જે પત્ર પાઠવ્યોભ તેમાં માત્રને માત્ર લોકાયુકતનું પદ નહી સ્વીકારવા માટે તેમણે રાજ્ય‍ સરકાર દોષિત ગણાવી છે એટલું જ નહીં, મિડિયામાં પત્ર લીક કરી દીધો તે તેમના જેવા ન્યાયવિદ્‌ને શોભાસ્પદ નથી.

અહી દર્શાવેલી સત્યુ હકિકતો સ્વયં સ્પષ્ટ. છે કે લોકાયુકતની નિમણુંક બાબત, વર્તમાન ગુજરાત સરકાર પ્રથમથી જ નિષ્ઠાકપૂર્વક પ્રયાસરત રહી અને લોકાયુકતની નિમણુંકની પ્રક્રિયામાં ઇરાદાપૂર્વકના અનેકાનેક અવરોધો સર્જવાના પ્રયાસો સામે સાફ નિયતથી, સ્પષ્ટ, નીતિને જ અનુસરવામાં આવી છે.

સાત વર્ષ અગાઉ ર006માં, રાજ્ય સરકારે ગુજરાત વડી અદાલતના મુખ્ય્ ન્યા્યમૂર્તિશ્રીને પત્ર પાઠવીને મુંબઇ હાઇકોર્ટના પૂર્વ મુખ્યો ન્યાયાધિશ જસ્ટીસ શ્રી કે. આર. વ્યાપસની ગુજરાતના લોકાયુકત પદે સૂચિત નિમણૂંક માટે તેમના મંતવ્‍યો-અભિપ્રાયો મંગાવ્યા હતા. ગુજરાતના રાજ્યુપાલશ્રીને પણ જસ્ટીસ શ્રી કે. આર. વ્યાયસની નિમણૂંક માટે વિનંતી કરવામાં આવી હતી. થોડાક મહિનાઓ બાદ કેટલાક તારણો સાથે આ દરખાસ્તઅ રાજભવન દ્વારા પરત મોકલવામાં આવી હતી.

રાજભવન દ્વારા માંગવામાં આવેલી સ્પષ્ટતાઓની પૂર્તિ સાથે, જસ્ટીકસ શ્રી કે. આર. વ્યાસના નામની લોકાયુકત પદે ભલામણ માટે રાજ્યપાલશ્રીને વિનંતી કરવામાં આવી. અલબત્ત, આ દરખાસ્ત પણ રાજ્યેપાલશ્રી દ્વારા પરત મોકલવામાં આવી.

રાજ્યપાલશ્રીએ સપ્ટે્મ્બ ર-ર009માં જસ્ટીસ શ્રી કે. આર. વ્યા‍સની લોકાયુકત પદે નિમણૂંક અંગેની દરખાસ્ત નકારી કાઢી હતી અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીને કોન્ફી ડેન્શી‍યલ પત્ર પાઠવીને, ગુજરાતના લોકાયુકતની નિમણૂંક માટેના નામોની પેનલ સૂચવવા વિનંતી કરી હતી. ત્યારબાદ તુરત જ મુખ્યમંત્રીશ્રીએ પણ વિરોધપક્ષના નેતાશ્રીને પત્ર પાઠવીને લોકાયુકત પદના સંભવિત ઉમેદવારની પસંદગી માટેની બેઠકમાં ચર્ચા માટે ઉપસ્થિત રહેવા જણાવેલું હતું. કમનસિબે આ નિમંત્રણ વિપક્ષના નેતાએ પરત મોકલ્યું. લોકાયુકત સંસ્થા ની મહત્તા ધ્યાને લઇને, મુખ્યમંત્રીશ્રીએ પૂનઃ વિપક્ષના નેતાને ત્યાયરબાદની મિટીંગોમાં ભાગ લેવા વખતોવખત વિનંતી કરી હતી. પરંતુ દરેક વખતે વિપક્ષના નેતાની નકારાત્મીક માનસિકતા અને ઇરાદાપૂર્વક અંતરાયો ઉભા કરવાની વિકૃતિ એ આ નિર્ણયમાં વિલંબ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ સ્વતંત્ર રીતે અને તે પણ મુખ્ય મંત્રીશ્રીને જાણ કર્યા વગર વિપક્ષના નેતાશ્રી સાથે પરામર્શ કર્યો હતો. રાજ્યે સરકારે આ માટેની હકિકતોની સ્પષ્ટતા માટે વિનંતી પણ કરેલી, પણ રાજ્ય.પાલશ્રીએ તેની ઉપેક્ષા કરેલી.

લોકાયુકતની નિમણૂંકની ઔપચારિક પ્રક્રિયાની ચર્ચા-વિચારણા માટે, મુખ્યમંત્રીશ્રીએ અગાઉ તા.પ-3-ર010ના નિર્ધારીત કરેલી બેઠક જેમાં વિપક્ષના નેતાએ ગેરહાજર રહેવાનું પસંદ કરેલું ત્યારબાદ ગુજરાતના રાજ્યપાલશ્રીએ મુખ્ય મંત્રીશ્રીને આ બાબતે ચર્ચા કરવા નિમંત્રણ આપ્યું અને તે બેઠક તા. 8 માર્ચ ર010ના રોજ યોજાઇ હતી.

તેના અનુસંધાને, મુખ્યમંત્રીશ્રીએ ફરી એકવાર વિપક્ષના નેતાશ્રીનો સહકાર સુનિશ્ચિ ત કરવાના હેતુથી, અંતિમ પ્રયાસ કર્યો અને તા.રર-માર્ચ-ર010ના ચર્ચા-વિમર્શ માટે એક બેઠકનું આયોજન કર્યું-તેના સંદર્ભમાં પણ વિપક્ષના નેતાએ વાંધો લીધો કે તેમણે રાજ્યપાલશ્રી સાથે આ અંગે અગાઉ પરામર્શ કરી લીધો હોઇ, તેઓ મુખ્યમંત્રીશ્રી સાથેની પરામર્શ બેઠકમાં ભાગ લેશે નહીં.

મુખ્યમંત્રીશ્રીના અધ્યાક્ષસ્થાધને તા.રર-માર્ચ-ર010ના રોજ મળેલી ઔપચારીક બેઠકમાં મુખ્ય્ ન્યાયમૂર્તિશ્રીએ તેમના તા.ર4-ર-ર010ના પત્ર દ્વારા સૂચવેલા ચારેય નામ વિચારણામાં લીધા અને એવું જણાવ્યું કે માત્ર જસ્ટીશ શ્રી જે. આર. વોરા જ નિમણૂંક માટે ઉપલબ્ધા છે અને તેમનું નામ રાજ્યએપાલશ્રીને મોકલવા માટે મંત્રીમંડળની ભલામણ કરવી. આમ રાજ્ય‍ મંત્રીમંડળે જસ્ટી્સ શ્રી જે. આર. વોરાનું લોકાયુકત તરીકે નામ સૂચવીને તા.31 માર્ચ-ર010ના રોજ રાજ્ય‍પાલશ્રીની સંમતિ અર્થે મોકલવી આપ્યું હતું.

અંદાજે પાંચ સપ્તાહ પછી રાજ્યપાલશ્રીએ, રાજ્યના મુખ્યુમંત્રીશ્રીને જાણ કર્યા સિવાય આ બાબત ગુજરાત વડી અદાલતના મુખ્યન્યાયમૂર્તિશ્રીને રિફર કરવાનું પસંદ કર્યું.

સાત મહિના બાદ, ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ ગુજરાત સરકારને જણાવ્યું કે ગુજરાત રાજ્યના મંત્રીમંડળે લોકાયુકત પદે નિમણૂંક માટે સૂચવેલા જસ્ટીસ શ્રી જે. આર. વોરાને તેમણે ગુજરાત સ્ટેલટ જયુડીશીયલના ડાયરેકટર તરીકે અન્યત્ર નિમણૂંક આપી છે. અલબત્ત, આ નિમણૂંક અંગે પણ રાજ્ય સરકારને ન તો વિશ્વાસમાં લેવામાં આવેલી કે ન તો તેને જાણ કરવામાં આવી. પરંતુ મુખ્યન્યાયમૂર્તિશ્રીએ અન્યે એક જસ્ટીંસ શ્રી એસ. ડી. દવેનું નામ લોકાયુકતની નિમણૂંક માટે ભલામણ કર્યું.

આમ, હકિકતમાં રાજ્ય મંત્રીમંડળે જસ્ટીસ શ્રી જે. આર. વોરાના નામ પર સંમતિ આપી દીધી હતી. પણ એક વર્ષ પછી, તા. 7 જુન-ર011ના રાજ્યપાલશ્રીએ ગુજરાત સરકારને પહેલીવાર જણાવ્યું કે રાજ્યપાલ અને મુખ્ય ન્યાયમૂર્તિ વચ્ચે લોકાયુકત નિમણૂંક બાબતે સમાન્તાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેમાં જસ્ટી‍સ શ્રી દવેનું નામ લોકાયુકત પદના ઉમેદવાર તરીકે ઉભરી આવ્યું હતું. તેથી આ બાબતે તાત્કાલિક ધોરણે પ્રક્રિયા હાથ ધરવી.

આથી રાજ્ય સરકારે, મુખ્યમંત્રીશ્રી મારફતે, ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીને જણાવેલું કે રાજ્ય સરકાર જસ્ટીસ શ્રી દવેને નિમણૂંક માટે અસંગત માને છે. જસ્ટીસ શ્રી દવે જવાબદારી સંભાળવા ઇચ્છા ધરાવતા નહોતા. તેથી જસ્ટીસ શ્રી જે. આર. વોરાને નિમણૂંક માટે પુનઃવિચારણા કરવા પણ રાજ્ય સરકારે વિનંતી કરી હતી.

પરંતુ ગુજરાત વડી અદાલતના મુખ્યા ન્યાયમૂર્તિશ્રીએ રાજ્યક સરકારની વિનંતીની ઉપેક્ષા કરી અને જસ્ટીવસ શ્રી આર. એ. મહેતાનું નામ તા. 7 જુન-ર011ના પત્ર દ્વારા નિમણૂંક માટે સૂચવ્યું . આ પત્રના સંદર્ભમાં મુખ્યૂમંત્રીશ્રીએ તા. 16 જુન-ર011ના પત્ર પાઠવીને મુખ્યણ ન્યા્યમૂર્તિશ્રીને જસ્ટીસ શ્રી જે. આર. વોરા જેમનું નામ મુખ્યુ ન્યાયમૂર્તિશ્રીએ સૂચવેલી પેનલમાં હતું તેમને નિમણૂંક માટે પુનઃવિચારણામાં લેવા વિનંતી કરી હતી.
તા. 18 ઓગસ્ટુ ર011ના મુખ્યમંત્રીશ્રીએ ફરી વિનંતી કરીને, તાજેતરમાં નિવૃત્ત થયેલા અન્યમ કોઇ ન્યાયમૂર્તિશ્રીનું નામ સરકારને લોકાયુકત પદે નિમણૂંક કરવા માટે ભલામણ કરવા જણાવેલું.

દરમિયાન કમનસિબે વહીવટી પ્રક્રિયા અને બંધારણીય શિષ્ટાચારને સંપૂર્ણપણે અવગણીને, તા.રપ ઓગસ્ટટ-ર011ના રોજ ગુજરાતના રાજ્યંપાલશ્રીએ, જસ્ટીસ શ્રી આર. એ. મહેતાને ગુજરાતના લોકાયુકત તરીકે નિમણુંક આપતું વોરંટ જારી કરી દીધું હતું.

આમ આ સમગ્ર બાબતમાં રાજ્ય મંત્રીમંડળની ભલામણ અને ગુજરાત લોકાયુકત એકટની જોગવાઇઓને અવગણવામાં આવી હતી.
શું આ પ્રક્રિયા ન્યાઆયપૂર્ણ અને ઉચિત હતી?

રાજ્ય સરકાર પાસે, જસ્ટીસ શ્રી આર. એ. મહેતાની નિમણૂંક અને તે અંગે જારી કરાયેલા વોરંટ સામે કોઇ વિકલ્પા રહયો નહીં તેથી ગુજરાત વડી અદાલત સમક્ષ આ નિમણૂંકને ચેલેન્જા કરતી પિટીશન દાખલ કરવામાં આવી.

આ વિષયે જે કોર્ટ કાર્યવાહીઓ થયેલી તેમાં નીચે જણાવેલી બાબત ઉપસ્થિકત થઇ તેની ભૂમિકા સમજવા જેવી છે.

બંધારણની કલમ 163 અન્વયે કાર્યરત ગુજરાતના ગવર્નરશ્રી રાજ્ય મંત્રીમંડળની ભલામણો અને સલાહો માનવા બંધાયેલા છે. આમ છતાં તેને અવગણીને રાજ્યપાલશ્રીએ જસ્ટીસ શ્રી આર. એ. મહેતાના લોકાયુકત તરીકે નિમણૂંક આપી દીધી. રાજ્ય સરકારની આ દલીલ-તર્કને સમર્થન આપતાં સર્વોચ્ચ. અદાલતે તેના તા.ર-1-ર013ના જજમેન્ટરમાં નોંધ્યું છે કે…રાજ્યપાલશ્રીએ રાજ્યે મંત્રીમંડળને વિશ્વાસમાં લીધા સિવાય, ભારતના એટર્ની જનરલ સાથે કાનૂની સલાહ માટે પરામર્શ કરીને તેની સીધી જાણ ગુજરાત વડી અદાલતના મુખ્યૂ ન્યાયમૂર્તિશ્રીને કરી હતી. આ સંદર્ભમાં, રાજ્યંપાલશ્રીને એવી ખોટી સલાહ આપવામાં આવી હતી કે તેઓ રાજ્યાના વડા તરીકે નહીં, પરંતુ વૈધાનિક સત્તાધિશ તરીકે વર્તી શકે છે.

ભારતની સર્વોચ્ચ અદાલતે તેના તા. ર જાન્યુ.આરી-ર013ના ચૂકાદાને રાજ્ય્ સરકારની અપિલ નકારી કાઢી હતી. તેથી રાજ્યા સરકારના કાયદામંત્રીશ્રીએ જસ્ટીસ આર. એ. મહેતાની લોકાયુકત તરીકેની નિમણૂંકને આવકારીને, સામાન્યર વહિવટ વિભાગના સચિવશ્રી કે. શ્રીનિવાસ તથા રાજ્યંના એડવોકેટ જનરલશ્રી કમલ ત્રિવેદીને શ્રી આર. એ. મહેતાને પદભાર સંભાળવાનું વિધિવત આમંત્રણ આપવા નિયુકત કર્યા હતા. આ બંને પદાધિકારીઓ જસ્ટી સ શ્રી આર. એ. મહેતાને તેમના નિવાસસ્થાને તા. 6-જાન્યુઆરી-ર013 ના રોજ મળ્યાય હતા અને રાજ્યી સરકારના નિર્ણયની તેમને જાણ કરી હતી.

રાજય સરકારે સર્વોચ્ચય અદાલતના ચૂકાદાનો આદર કરીને લોકાયુકતની નિમણુંક માટે શ્રી આર. એ. મહેતાને નિમવા નિષ્ઠાદપૂર્વક તમામ પ્રયાસો કર્યા.

પદનામિત લોકાયુકત જસ્ટીમસ શ્રી આર. એ. મહેતાના નિવાસ સ્થાાને તા. 6-જાન્યુનઆરી-ર013ના રોજ યોજાયેલી બેઠકમાં તેમને લોકાયુકત કચેરીના પ્રવર્તમાન મહેકમ અને કર્મચારી ગણ પધ્ધોતિની નકલ આપવામાં આવી હતી. અને તેમને એમ પણ જણાવવામાં આવેલું કે મહેકમમાં યોગ્યધ સુધારા-વધારા તેઓ પદભાર સંભાળ્યા પછી સૂચવી શકે છે.

પદનામિત લોકાયુકતશ્રીને એવું પણ જણાવેલું કે આગામી બજેટમાં લોકાયુકતના તમામ ખર્ચને પહોંચી વળવા પૂરતું પ્રાવધાન કરવામાં આવશે. તદ્‌અનુસાર લોકાયુકત કચેરી માટેનું બજેટ જે વર્ષ ર009-10માં રૂા. 33.40 લાખ હતું તે વધારીને રૂા. 63.40 લાખ કરવામાં આવ્યુંર.
આ ઉપરાંત પદનામિત લોકાયુકત કચેરીની આનુષાંગિક વ્યવસ્થા્ અને નવી કાર માટે પણ ઇન્ડેન્ટલ ભરી દેવામાં આવેલું.

આમ, લોકાયુકત પોતાનો કાર્યભાર સંભાળે તે માટેની પૂર્વ તૈયારીઓ અને સહકાર આપવા માટે રાજ્યદ સરકાર તરફથી કોઇ જ કચાશ રાખવામાં આવી નથી, તે પૂરવાર થાય છે.

નિમણુંક અંગે નોટીફિકેશન બહાર પાડવાની પ્રણાલી પણ સ્વવયંસ્પયષ્ટર છે. ભારતના રાષ્ટ્ર પતિશ્રી કે રાજ્યડના રાજ્ય્પાલશ્રીઓ દ્વારા ઉચ્ચ જાહેર પદો પર નિમણૂંક માટે જારી કરાતા આદેશ પત્રો સંદર્ભે હોદ્‌ાના શપથ ગ્રહણ કરવાના થતા હોય છે અને શપથવિધિ સમારોહ બાદ જરૂરી વહિવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પદભાર સંભાળવાનો હોય છે અને તેઓ પદભાર સંભાળે ત્યા્ર બાદ જ એક જાહેરનામું બહાર પાડીને જનતાને જાણ કરવામાં આવે છે કે તેમને કચેરી કાર્યભાર સંભાળ્યોક છે. રાજ્યનપાલશ્રી, મુખ્યરમંત્રીશ્રી, મંત્રીમંડળ વગેરેની નિમણૂંક અને પદભાર સંભાળવાની આ સામાન્યે પ્રણાલિ રહેલી છે.

ઉદાહરણ તરીકે :- ગુજરાતના રાજ્યાપાલ ડો. શ્રીમતી કમલાની ભારતના રાષ્ટ્રરપતિ દ્વારા રાજ્યણપાલ પદે નિમણૂંક કરતું વોરંટ તા.ર1-નવેમ્બરર-ર009ના જારી કરવામાં આવ્યુંય. આ વોરંટ રાષ્ટ્રપપતિશ્રીના સચિવશ્રી દ્વારા ડો. શ્રીમતી કમલાને તા. ર4 નવેમ્બવર-ર009ના બજવવામાં આવ્યુંલ. ડો. શ્રીમતી કમલાએ તેમના પદભારના શપથ તા.ર7-નવેમ્બંર-ર009ના રોજ ગ્રહણ કર્યા અને ત્યારરબાદ જ તે અંગેનું જાહેરનામું તે જ દિવસે બહાર પડાયું.

લોકાયુકતશ્રીના પદભારના આ કિસ્સાઅમાં પણ આ જ પ્રસ્થાઅપિત પ્રણાલિ અનુસરવામાં આવી છે. ગુજરાતના રાજ્ય પાલશ્રીએ નિમણૂંક અંગેનું વોરંટ જારી કર્યું. આ બાબતની ન્યાયિક પ્રક્રિયા નિરાકરણનો ફેંસલો આવી જતા જ, રાજ્યા સરકારના સામાન્ય વહિવટ વિભાગના સચિવશ્રી કે. શ્રીનિવાસે તા. ર6 જુલાઇ-ર013ના એક પત્ર પાઠવીને, પદનામિત લોકાયુકતશ્રીને તેમને અનુકુળ સમય શપથવિધિ સમારોહનું આયોજન કરવા માટે જણાવેલું. આ શપથવિધિ સમારોહ બાદ જાહેરનામું સ્વાભાવિકપણે બહાર પાડવાનું હતું.

આ પત્ર જસ્ટીસ શ્રી આર. એ. મહેતાના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યો ત્યારે એવું ધ્યા્ને આવ્યું કે તેઓ તે સમય દરમ્યાણન વિદેશમાં હતા અને સંભવતઃ તા. 6 ઓગસ્ટ કે તેની આસપાસના દિવસોમાં પરત આવવાના છે.

આમ, રાજ્ય સરકાર શપથવિધિ સમારોહના આયોજનની તમામ તૈયારીઓ કરી રહી હતી અને લોકાયુકત કચેરીના ત્વ‍રિત નિર્માણ-રિનોવેશન માટે માર્ગ-મકાન વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી હતી તેવે સમયે જ પદનામિત લોકાયુકત દ્વારા પદગ્રહણનો અસ્વીકાર કરતો પત્ર રાજ્યપાલશ્રી અને ગુજરાત વડી અદાલતના મુખ્ય્ ન્યાયમૂર્તિશ્રીને પાઠવી દીધો અને તેની સાથે જ આપત્ર મિડિયા દ્વારા પ્રસિધ્ધવ કરવામાં આવ્યો તે કેટલું વાજબી અને ઉચિત છે?

કમનસિબી તો એ છે કે ગુજરાત રાજ્યના લોકાયુકત જેવા મહત્વવના સંસ્થાનને કાર્યરત કરવા અંગે રાજ્ય સરકારના નિષ્ઠાયપૂર્વકના સાત-સાત વર્ષના પ્રયાસો-વિફળ બનાવવામાં ક્ષુલ્લક કારણોને આગળ ધરીને, ઇરાદાપૂર્વક પોતાની જિદ સંતોષવામાં આવી છે, એ શ્રી આર. એ. મહેતાના લોકાયુકતનું પદ નહીં સ્વીકારવાના સાત પાનાના પત્રથી ફલિત થાય છે.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia